Gujarati Quote in Blog by Anil Vaghela

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક છોકરીની આ વાત છે. એને એક છોકરા સાથે પ્રેમ હતો. બંનેએ સાથે જીવવાની કલ્પનાઓ કરી હતી. થયું એવું કે બંને મેરેજ ન કરી શક્યાં. છોકરીનાં લગ્ન બીજા યુવાન સાથે થઈ ગયાં. પતિ સારો અને સમજુ હતો. પત્નીને સરસ રીતે રાખતો હતો. જોકે, પત્નીને એનો જૂનો પ્રેમી વારંવાર યાદ આવી જતો હતો. એને થતું કે જો એ મારી જિંદગીમાં હોત તો જિંદગી કદાચ જુદી હોત! એક વખત તેની જૂની બહેનપણી એને મળી. તેણે એ જ વાત કરી કે, એની સાથે હોત તો કદાચ લાઇફ જુદી હોત. બહેનપણીએ કહ્યું, માની લઈએ કે તારી વાત સાચી છે. જોકે, એક વાત એ પણ છે કે જો એ હોત તો તારી લાઇફ અત્યારે છે એવી ન હોત. તને એ સવાલ કેમ નથી થતો કે અત્યારે જે લાઇફ છે એ સારી છે. મળી ગયો હોત તો લાઇફ જુદી હોત, પણ એ સારી જ હોત એવું થોડું જરૂરી છે? બહેનપણીએ પછી પોતાની વાત કરી. તને તો ખબર છેને કે મેં લવમેરેજ કર્યા છે. મને મારી ગમતી વ્યક્તિ મળી છે. મને પણ ઘણી વખત એવું થયું છે કે આ ક્યાં મળી ગયો? આના કરતાં બીજો માણસ હોત તો કદાચ વધુ સારું હોત! જોકે, પછી હું જ એવું વિચારું છું કે જે છે એ જ યોગ્ય છે. તું પણ એવું વિચાર કે તારી જિંદગીમાં છે એ માણસ જ સારો છે. એ તારા માટે બન્યો છે અને તું એના માટે. તું તો તારા પતિની એવી વ્યક્તિ સાથે સરખામણી કરે છે જેનો પતિ તરીકે તને અનુભવ જ નથી. પ્રેમની સરખામણી દાંપત્ય સાથે ન કર. બાળક માટે તો આપણે એવો વિચાર નથી કરતાં કે મારાં આ દીકરા કે દીકરી કરતાં બીજા હોત તો સારું હોત. એવું આપણે એટલા માટે નથી કરતાં, કારણ કે એને આપણે સ્વીકારી લીધા છે, એને આપણે પ્રેમ કરીએ છીએ, એ મારા છે એવું કહીએ છીએ! પતિ પણ તારો છે. જે છે એને માણસ સુખનું કારણ ન સમજે તો માણસ દુ:ખી જ રહે છે.

Gujarati Blog by Anil Vaghela : 111040832
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now