. કોમળ
*~::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~*
*આ કોમળ જીવન મારું થાય*
*_ગઝલ_*
________________________
આંખ માંથી પાણી ટપકવા ના દીધું,મળ્યો દર્દ એટલો
છતાં કર્યા માફ પોતાનાને,એવું આ કોમળ હૃદય મારું
નફરતની ગંદગીમાં ગયો,પ્રેમની સુગંધ ભરવા
છતાં સુગંધિત રહ્યા,એવા આ કોમળ શ્વાસ મારા
ભક્તિ હું કરતો જાવ,કર્મોને હવે સુધારતો જાવ
દુઃખથી બહાર કાઢ્યો,એવા આ કોમળ ભગવાન મારા
ખોટું બોલી પછી ભૂલનું પ્રાયશ્ચિત્ત કરૂ એમની પાસે
ખોટાને હું માફ કરું,એવી આ કોમળ લાગણી મારી
તૂટ્યા ભલે સપના,છતાં નથી તોડ્યા કોઈના સપના
બધા પ્રેમ વરસાવે,એવો આ કોમળ ભરોસો મારો
સાદગીથી જીવન જીવું,સુગંધિત દર એક કદમ થાય
દુશ્મન અનેક હોય,છતાં આ કોમળ જીવન મારું થાય
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
_ધવલ રાવલ_
TRUST ON GOD