નિત તું માનવી શેં ભોગવે તાણ
રહે છે શેં હમેંશ ચિંતા માં રમમાણ
હવે તો જિંદગી માણ !!!
ખુશીઓ ની પાંખો થી, ભર ઊંચું ઉડાણ
છોડ ફિકર, કર મજા, ફૂંક જીવન માં પ્રાણ
હવે તો જિંદગી માણ !!!
રસ્તા કે મંઝિલ ની ભલે ન હોય જાણ
આજ તો તને તારા વર્તમાન ની આણ
હવે તો જિંદગી માણ !!!