જિંદગીનો આ ટુંકસાર છે..
ન કિનારો, ન મઝધાર છે..
જેઓ બીજાનો આધાર છે..
તેઓ પોતે નિરાધાર છે..
કોઇ જીવે છે ભૂતકાળમાં..
કોઇ પળ ભાવીનો ભાર છે..
આજ કંઇ પણ નવું ન બન્યું..
એ જ મોટા સમાચાર છે..!

Gujarati Shayri by સાંજ ચૌધરી : 111040359

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now