Gujarati Quote in Story by Piaa Kumar

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

         વાત ત્યારની જયારે હુ B.ed કરતી. આજે એની યાદ તાજી થઈ ગઈ. કારણ એ કે આજે શિક્ષક દિન છે. B.ed ની તાલીમ લેતા હોઈએ ત્યારે પાઠ આપવા જવાનું  હોય. એક વાર પાઠ આપવા ઉધનાની સ્કુલ માં જવાનું થયુ.  8 થી  10
ના બાળકો એટલે મોટા.
          એક ક્લાસમાં ત્રણ તાલીમાર્થીઓને જવાનું. શાળા  મોટી શાળાનો staff  પણ મોટો.... હું મારા બીજા મિત્રોની રાહ જોતી હતી કલાસની બહાર... કલાસની બારીઓ મોટી  હતી ને વિદ્યાર્થીઓનુ પોતાની જ શાળાના શિક્ષક સાથેનુ વર્તન એટલુ ખરાબ હતુ કે એ વિચાર માત્રથી હમણાં દુખ થાય એ વિદ્યાર્થીઓ બારી માંથી અમારી સામે જોઈ ઇશારાઓ કરે કે આતો આવાજ છે એ પણ જોર જોરથી ને આ બધું પેલા શિક્ષક જોવે છતાં અમારી સામે જોઈ હશે.... જાણે એમને પણ આદત પડી ગઈ હોય એમ લાગ્યું. ને આવું જ મે દરેક કલાસમાં જોયું. પણ એક વાત એ પણ કહેવી ઘટે કે એ જ વિદ્યાર્થીઓ અમારા બધા પાસે ભણતા પણ હતા અને પ્રતિભાવ પણ આપતાં હતા.
              ખરેખર એ દિવસે મને દુખ થયેલું એ લોકો રોજ આવુ જ કરતા હશે ને...... શિક્ષકો એ strict થવાની જરૂર  હતી. અથવા ભણાવવાની  રીત બદલવાની હતી.શિક્ષકના હાસ્યથી એ લોકો ને મજા આવતી હતી.
              શિક્ષકોએ ખરેખર  ભણાવવાની રીત શીખવી પડશે. કારણ એ કે  technology એ  હરણફાળ ભરી છે જરૂર પણ એના મૂળમાં એક શિક્ષક છે એ યાદ રાખવું પડશે.એના માટે વિદ્યાર્થી કરતા એક પગલું વધારે ભરવુ પડશે.
             વિદ્યાર્થી દોડતો આવશે.શિક્ષક ને એના કામ પર ગર્વ  થશે.....
            
            

Gujarati Story by Piaa Kumar : 111040272
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now