પુત્રીના પિતાને સમર્પિત
સવારે દીવો કર્યા વગર ઘરની બહાર જવાય
પણ દીકરીને વહાલ કર્યા વગર નીકળી જઈએ
તો આખો દિવસ કંઈ ખૂટ્યા કરે
દિકરીની જીદ સામે હારી જવાનો
આનંદ જ કંઈક ઓર છે
જરા ધ્યાનથી જોશો તો ખબર પડશે
જીતી ગયેલી દિકરી જાણે આબેહૂબ તમારું જ પ્રતિબિંબ છે
પુત્રીને વહાલ કરતા પિતાનુ દ્રશ્ય
મંદિરની આરતી જેવુ હોય છે
ભલે દૂર હોઈએ પણ માથુ નમી જ જાય
પુત્રી એટલે માણસના પુણ્યની
પરમાત્માએ આપેલી પાવતી