કલ્પના...
કાશ, એવું કંઇક હોય !
કાશ, હોય જે મારી કલ્પના,
એ મારી હકીકત પણ હોય.
નિહાળું હું અંતરમન દ્રષ્ટિથી,
અને એજ સ્વયં પ્રત્યક્ષ હોય.
અચાનક વરસે વાદળું ઝરમરતું,
અને ભીંજાતું એનું જોબન હોય.
કમરથી સરકે એક ટીપું પાણીનું !
અને મારા સ્પર્શનો આભાસ હોય.
સળવળે એ મુગ્ધ બની મુજમાં,
ને બસ મને પામવાની જીદ હોય.
રુહ થી રુહના મિલનની આ વાત,
હોય માદક એટલીજ ઉત્કૃષ્ટ હોય.
પ્રકૃતિના ખોળામાં બંને વિહગ બની,
પ્રેમની રમતમાં બસ ઓતપ્રોત હોય !
કાશ, હોય જે મારી કલ્પના !
એજ મારી હકીકત પણ હોય.
મિલન લાડ. વલસાડ.