કાલે ગરબા રમતી 4 5 વરસ ની નાની બાળા ઓ ને જોઇ... એમની યાદશક્તિ પર મને આશ્ચર્ય થયુ! એ લોકો આટલા બધા complex ગરબા ના સ્ટેપ કઈ રીતે યાદ રાખી શકે છે યાર! મતલબ હું computer પ્રોગ્રામર ગમે તે code કરી શકું.. એક વાર જોયે સમજી જવ પણ આ ગરબા ના સ્ટેપ દર નવરાત્રિ એ ભૂલી જ જવ.. એમાંય નવુ કઈક આવે તો પૂરું... મારી mummy ની 24 વર્ષ સુધી ખવડાવેલી બદામો કઈ કામ ની નથી એ મને ત્યારે સમજાય.. પણ ખબર છે શું! આ બાળા ઓ એટલે જ માં અંબા કહો કે જગદંબા... એને આમ રમતા નિહાળો તો પણ નવરાત્રિ ના ઉપવાસ નું ફળ મળી જાય.. એમનું સ્મિત જોવો એમનો રમવા નો ઉત્સાહ જોવો તો આખા જીવન નો થાક ઉતરી જાય... એ કઈક સમજાવી જાય છે મને કે ખુશી મોટા બંગલા કે ગાડી ઓ માં નથી... ખુશી પોતાના મન નું કરવા માં છે.. પોતાના શોખ ને જીવંત રાખવા માં છે.. દુનિયાદારી ભૂલી ને ઝૂમવા માં છે... આપણા તહેવાર જ આપણ ને શીખ આપી જાય તો ક્યારેક નોન સ્ટોપ ચાલતી આપણી જિંદગી માં રજા ના નામે મજા આપી જાય...#love #festival