#ઉમ્મીદ ...
આ આશને કેમ કરી તૂટવા દઉં...
આ ઈચ્છાને કેમ કરી રોકી રાખું...
મંજિલ દૂર છે થોડી...
રસ્તો મુશ્કેલ છે થોડો...
સફર એકલા જ ખેડવા નો છે...
નથી કોઈ સંભાળનાર...
કે,
નથી કોઈ સાંભળનાર...
રસ્તો કાંટાળો છે તોય...
થંભ્યા વિના ચાલ્યાં જવાનું છે...
રાત ના અંધકાર માં પણ...
ડર્યા વિના ચાલ્યા કરવાનું છે...
હિંમત હાર્યા વિના બસ ચાલે જ જવાનું છે...
હિંમત જરૂર જીવન માં રંગ ભરી દેશે...
સૂરજ ઢળે એમ રાત પણ ઢળી જશે...
ને થશે એક નવીન પ્રભાત...
જો ખુદાની મરજી હશે તો...
તાપમાંય મળશે છાંયો...
એ ખુદા તને એક જ દુઆ કે...
મનથી એકવાર ગળે લગાવી...
ભરી દે મારામાં સઘળીય શક્તિ...
#સાંઈ સુમિરન....