માઇક્રોફિક્શન વાર્તા - 2
એક દંપતી હોષ્પીટલ ગયું,
ડૉ, પેટનું સોનોંગ્રાફી કરતા કહ્યું, બેન તમારે દિકરી અવતરે એવી ધારણા બંધાઈ છે. ત્યાં પ્રેગમેંટ સ્ત્રીના પતિ એ કહ્યું - શું કહ્યું છોકરી !
પ્રેગમેંટ માં બંધ આંખો એ કોઈ આવાજ સાંભળતી હોય એમ, ભ્રૂણ માંથી આવતો આવાજ સાંભળવા ની કોશિશ કરતી દેખાય એના હાવ ભાવ થી,
સ્ત્રી અને ભ્રૂણ માંથી આવતો આવાજ એક તાર થયો,
માં - અત્યારે જ મારી નાંખો મને, જન્મ લઈશ તો પણ તમે ખુશી ખુશી મને વધાવસો નહીં. પપ્પા મન મા સંકોચ રાખી કપડા લાવસે, એ કપડા પહેરી હું સૂતી હોયશ ને કોઈ હેવાનીયત ભરેલી નજરૂ નાખી મને ઉપાડી જસે ને તમારા પહેરાવેલ કપડા ફાડી ને મારી ખરાબ દુર્દશા કરસે નગ્ન કરી,
એનાથી વધુ સારું કે અંહી તારીજ કોખ માં વિના કપડે નગ્ન હાલત માં દુનિયા જોયા વિના મરી જવું.
ત્યાં જ પુરુષ નો આવાજ સંભાળયો ને એ આવાજ તરફ જોતી પ્રેગમેંટ સ્ત્રી ભીની નજર થી ઘણા સવાલ કરી ગઈ,
બસ એ સવાલો વાતાવરણ ને હવા મા ગરકાવ થઈ ગયા વગર કોઈ પ્રત્યુતર આપે.
#મોંજીલો_ભમરો