Gujarati Quote in Quotes by Bindiya

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ કાલ એક સવાલ વારંવાર મન મા આવ્યા કરતો .. સગા અને વહાલા.. સગા ફકત કહેવા પુરતાં જેને ઓળખી શકાય પણ કયારેય જાણી ન શકાય.. અને વહાલા.. વહાલા એ જેને આપણે નખશીખ જાણતાં હોઇએ. આપણું સર્વસ્વ આપી દઇએ.કોઇ ભેદભાવ કોઈ શંકા વગર આંધળા જ હોઇએ આપણે એમની કોઈ પણ બાબતે. પણ છતાં જોને ફર્ક કેટલો ઉંડો. સગાં આપણને ઉપરથી કોરી ખાય અને વહાલા..? એ અંતર થી. એ જાણે છે કે દર્દ કયાં થશે...લાચાર કઇ રીતે બનાવી દેવાય . આવું કેમ ? આપણાં સૌથી નજીકનું વ્યક્તિ જ કેમ દુખ વધું પહોંચાડે?..

અને ખબર છે.. આ સવાલ વારંવાર હુ જાતને કર્યાં કરું. અને અંતે આજે એ જવાબ મળ્યો.

એનું કારણ છું "હું.".હા.હુ પોતે મેં મારી નજીક ના લોકો ને મારી જાત મારી લાગણીઓ કરતાં પણ વધું મહત્વ આપ્યુ અને મારી ખુદ ની જીંદગી એમના હાથમાં આપી દીધી. એમને મેં માલિક બનાવ્યા આ અમુલ્ય મિલ્કત ના અને એટલે જ એ મિલ્કત એમણે હક થી વાપરવા માંડી. જરુર પડ્યે પોતાની ઇચ્છા મુજબ લોકો સોદા કરવા લાગ્યા.. કયાંક સાવ નજીવા ઇન્વેસ્ટમેન્ટ સામે લાખો નો ફાયદો ઉઠાવી લે. અને પાછુ આપણા ભાગે તો ફકત ખાલીપો.. એટલેજ નકકી કર્યુ કે મારી આ અમુલ્ય મિલ્કત ના માલિકી હક ફકત મારા.. મને ગમતા ની હા ને અણગમતા ની ના.. દરેક ને ભગવાને અલગ જન્મ આપ્યો છે અલગ ઇચ્છાઓ. અલગ વિચારો અલગ મગજ અને હ્રદય પણ અલગ તો હવે આપણે આપણું આપણાં માટેજ વાપરીએ. એને બીજાના હાથમાં સોંપી છેલ્લે અફસોસ કરવો કે આણે અમને દુખી કર્યાં એવું શુ કામ?

બસ ત્યારથી જ હવે કોઈ નિરાશા નથી. દુખ નથી.કોઈ અપેક્ષા નથી. કોઇ ને ખોઇ બેસવાનો ડર પણ નહી . કેમકે જો હું એમનાં વહાલાં મા હોઈશ તો એમને મારા કોઇજ વર્તન નું ખરાબ નહી લાગે. જીંદગી એટલી સરળ થઈ ગઈ છે અને ખરેખર આ જીવન નો આનંદ હવે અખૂટ છે. હા કોઇ મને ખુશ કરી શકે પણ દુખી નહી. કોઇ મને મોટીવેટ કરી શકે પણ ડોમીનેટ કે મોરલ ન તોડી શકે. હવે રોજ એક નવી ઉર્જા નો સંચય થાય છે મારાં મા અને એજ મારા જીવન જીવી લેવાના આશય ને વધુ ને વધું સફળ બનાવે છે.

છેલ્લે એટલુ કહીશ કે તમારાં જીવન નુ રીમોટ તમારા હાથ માં રાખો. બીજાને આપશો તો એ વારંવાર જીંદગી ની ચેનલો ફેરવ્યા કરશે અને અંતે મનોરંજન અધુરું જ રહેશે.

@B.

Gujarati Quotes by Bindiya : 111038931
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now