Gujarati Quote in Questions by Simran Jatin Patel

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# મારા ચંચળ મનનો એક સવાલ #

હું આશરે દસ વર્ષ ની હોઈશ ત્યાર ની આ વાત છે. હું હંમેશ દરેક રજાઓમાં નાની ના ઘરે જ હોઉં. એક દિવસની વાત છે. આશરે ચાર વાગ્યો નો સમય હતો તડકો હતો એ પણ મેં મહિનાનો. હું અને નાની અને એમની ઉંમર ના બીજા બે ત્રણ જણા ખાટલા ઉપર બેઠા હતા. હું ઊંઘ આવતા જરા નાની ના ખોળામાં માથું નાખી સુઈ જવા નું વિચારતી. ત્યાં ઉપર લીમડા ના ઘટાદાર વૃક્ષ પર નજર પડી. તો થયું કે આટલી બધી ગરમી લાગે છે તો. આ વૃક્ષ કેમ હલતું નથી અને પવન આપતું નથી. ત્યાં નાની એ કહ્યું કે સોનુ વૃક્ષ ન હલે પણ એને નાજુક ડાળ અને એની સાથે એના પાન હલે. મેં કહ્યું તો નાની આટલી ગરમી છે તોય કેમ આ લીમડા નું એકેય પાંદડું જરીકેય હલતું નથી.

તો નાની એ કહ્યું કે, સોનુ બેટા... ભગવાન ની ઈચ્છા થી જ ધરતી પર બધું ચાલે. ભગવાનની મરજી વિના આ પાંદડું તો શું.... આપણા શ્વાસ પણ ન હાલે...

ત્યારે તો હું વધુ કોઈ આગળ પ્રશ્ન કરી નોહતી શકી. મસ્ત એક પવનનું ઝોકું આવ્યુ ને મને એ સાથે નીંદર પણ આવી ગઈ હતી. તેમજ હું ત્યારે વધુ કોઈ સમજ શક્તિ પણ નોહતી ધરાવતી કે કોઈ આગળ પ્રશ્ન કરી શકું. પછી જ્યારે પ્રશ્ન થયો ત્યારે નાની રહ્યા નોહતા મારી સાથે. એ ભગવાન પાસે જતા રહ્યા હતા બધા એમ કહેતા હતા.

મારો એ પ્રશ્ન છે કે.... શું ભગવાનની ઈચ્છા અનવ મરજી થી જ એને નાની ને એની પાસે બોલાવ્યા હશે?? અને એવું કેમની સમજ પડે કે મૃત્યુ બાદ બધા ભગવાન પાસે જાય છે?? મારા મતે તો શરીર નાશ પામે છે અને આત્મા અમર છે...

ને અત્યાર નો નવો પ્રશ્ન એ છે કે,
જે આજકાલ બધું થઈ રહ્યું છે....
ચોરી, લૂંટફાટ, આત્મહત્યા, બળાત્કાર, એક્સિડન્ટ, અવનવા રોગો, નાના મોટા બધાય ગુનાઓ....
શું આ બધું જ ભગવાનની ઈચ્છા અને મરજી થી થઈ રહ્યું છે એમ કહેવાય કે નય????

આપનું શું માનવું છે...??

#સાંઈ સુમિરન....

Gujarati Questions by Simran Jatin Patel : 111038597
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now