ન તમારી ન મારી આ છે આપણી સમસ્યા,
ફિકર છે મને તમારી ,બસ આ છે સમસ્યા!
જોઈ જાય લોકો, એનો તો કોઈ વાંધો નથી,
વાંધો છે જોયા પછીની અસરની સમસ્યા!
બીજાના કારણે સંબંધો ના બગાડો આપણા,
આપણી વચ્ચે ના લાવો લોકોની સમસ્યા!
નથી ચહેરા પર મારે હવે કાયમની ઉદાસી ,
ઉકેલો મારા પરની તમારી નજર ની સમસ્યા!
પરસ્પરના વિશ્વાસની છે હવે આ કસોટી,
આજે છે બંને નેે જૂઠી ખબરની સમસ્યા!!
"કમલ" . .... ...