અંબા આવો તો રમીએ....
અમને રમતા ના આવડે....
વાહ કેવી છે આ રૂડી નોરતાની નવરાત્રી
નવરાત્રીનો પ્રારંભ જોર શોરથી ચાલુ થઈ ગયો છે આજ અંબે માનું ત્રીજું નોરતું છે ઠેર ઠેર ગરબા ગવાય છે
છોકરા ને છોકરી ઓના મિલન ની આ નવરાત્રી હોયછે એક સાથે ભેગા મળીને એક લાઈનમાં તેઓ ગરબા ગાતા હોય છે નવી નવી એક્શન થી ગરબા ગવાતા હોયછે તેઓના માબાપ તેમણે જોઈને બાજુએ બેઠા બેઠા હરખાતા હોયછે
એક બીજાને બાજુએ બેઠેલાઓનેં કહેતા હોયછે...
જુવો મારો છોકરો કેવો કૂદી કૂદીને ગરબા ગાય છે!
ને તમે પણ જુવોને આ એની બાજુમાં જે છોકરી છે તે મારી જ છોકરી છે
કેવા સરસ તેઓ દેખાયછે
હા...હો જોડી કેટલી સુંદર દેખાય છે
આવી વાતો વાતો માં ક્યારેક તેમના લગ્ન સુધી પણ વાતો થતી હોય છે
આવી જોડી ઓ અમુક ગરબા સુધી સાથે દેખાય છે પણ પછી ક્યાં ચાલી જાયછે તે ખબર નથી પડતી!
તમને ખબર છે કે તેઓ ક્યાં ચાલી જાયછે! કેમ અમુક સમય સુધી તેઓ દેખાતા નથી!
એની પાછળ એક તેમની પ્રેમ લીલા હોયછે
ઘણા સમય પછી એક મળવાનો ચાન્સ
તેમણે મળતો હોય છે
આ એક નવરાત્રી જ એક એવા દિવસો છે કે સમજો પ્રેમી પંખીડા ને મળવાનો સમય...ઘણા સમયથી તેઓ મળ્યા ના હોય ને તેમણે આવા દિવસોમાં મળવાનો એક મોકો મળી જતો હોય છે
પણ ઘણા પ્રેમી આવા દિવસોનો ક્યારેક દૂર ઉપીયોગ પણ કરતા હોય છે
તમે કદાચ સમજી જાવ તો સારું!
ઘણા પ્રેમીઓ એકાંત માં પણ મળતા હોય છે આ એક ખરાબ કહેવાય
હાલ સમય ખરાબ ચાલી રહ્યો છે તમારો પ્રેમી આવા સમયનો તમારી સાથે ગેરલાભ પણ લઈ શકેછે સાથે સાથે બીજાને પણ ફાયદો કરાવી શકેછે માટે છોકરીઓએ સાવધાન રહેવું જોઇએ
તમારી લાઈફ પાયમાલ થઈ શકે છે
નવરાત્રી છે ભાઈ કોઈ કોઈને પૂછવા તૈયાર હોતું નથી સમજો કે એક પ્રકારની આઝાદી ...બનેને મળતી હોયછે.
નવરાત્રી એ માં અંબાના નોરતાની છે
એક પવિત્ર કહી શકાય
સ્વચ્છ નાહી ધોઈને લોકો ગરબા ગાવા આવતા હોયછે ને તેમાં પછી અપવિત્ર થઈ જવું તે સારું તો નહીં પણ સાથે સાથે માં અંબાનું અપમાન પણ કહી શકાય.
પ્રેમીડા પ્રેમ કરી શકેછે, મળી શકે છે, વાતચીત પણ કરી શકેછે....પણ આગળ તો તેમણે વિચારવું જ રહ્યું.
શુભ નવરાત્રિની મારી શુભ કામના. જય અંબે મા...