Gujarati Quote in Book-Review by Ashq Reshammiya

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Read my book "અધુરા અરમાનો-૩૨" on MatruBharti App.
http://matrubharti.com/book/19860626/


જમાનો જરૂર બદલાયો છે કિન્તું હજી કેટલીક ભયંકર વિચારસરણીઓ બદલાઈ નથી. વિશ્વ એક કુંટુંબ બની ગયું, જમાનો ગ્લોબલ બની ઊભરી રહ્યો છે. તેમ છતાં હજું જરૂરી પરિવર્તનનો પવન ફુંકાયો નથી. આપણા આધુનિક સમાજમાં પ્રેમ અને પ્રેમલગ્ન કર્યા એટલે જાણે કોઈનું ખૂન કરી નાખ્યું ન હોય! એટલો ખતરનાક ઊહાપોહ! અરે, હવે તો સરકારે પણ આ સ્વિકાર્યુ છે અને કાનૂન પણ એવા લોકોને સંરક્ષણ આપે છે. તો પછી માણસો શીદને આ સ્વિકારતા નથી. આ સમયમાં એક પણ વ્યક્તિ એવી નહી હોય કે જેણે એની જીંદગીમાં કોઈને પ્રેમ કર્યો ન હોય! તો પછી એ જ વ્યક્તિઓ અન્યોની લાગણીને, પ્રેમને કેમ સ્વિકારી શકતા નથી.
"અરરર...! પ્રેમ તારી આવી દશા? રે કુદરત, તે શું જોઈને આ પ્રેમતત્વને સર્જ્યું હશે? પ્રેમ અને પ્રેમલગ્ન કરનારની તો સરાજાહેર પૂજા કરવી જોઈએ. જગતમાં શ્રેષ્ઠ તથા મહાન ગણાતા આશિકોના મંદિર હોવા જોઈએ. જ્યારે દિવાનાઓની આવી દશા? શું જીવ લઈ ભાગીને ફરવું એ જ એમના ભાગ્યમાં લખાયું હશે! કે પછી ઉંમ્રભર ઉરના અંધારા ખૂણામાં વિજોગનો દાવાનળ સંતાડીને ઝુર્યા કરવાનું? કોઈનેય નડ્યા વિના અમે આશિકો મસ્તાનભરી જીંદગી જીવીએ એમાં દુનિયાનું જાય છે શું?" ચોફેર મચેલી ધમાલ તથા પોતે બનેલ તમાશાની મજા માણતા લોકો પર ઉદાર નજર નાખતી સેજલ મનમાં બબડી રહી. દુનિયાને દોષ દેવા સિવાય એ કશું કરી શકે એમ જ ક્યાં હતી!

Gujarati Book-Review by Ashq Reshammiya : 111038335
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now