આજની પેઢી કેટલી નસીબદાર છે કે તેઓ ને આજે જે જોઇએ તે બધુ મળી રહે છે
આજે એમ પણ કહી શકાય કે દુનિયા મેરી મુઠઠી મે
પહેલા જમાનામાં એવુ ના હતું
એક સમય એવો હતો કે ટીવી ઉપર પ્રોગ્રામ ફકત રાત્રે એક જ કલાક આવતો હતો ને આજે ચોવીસ કલાક પ્રોગ્રામ ટીવી ઉપર આવી રહ્યાછે
પહેલાં સમય માં બળદ ગાડાથી ખેતી થતી ને આજ ટ્રેકટરો આવી ગયા
પહેલા લોકો પાસે સાયકલ લેવાના પૈસા ના હતા ને આજે લોકો ગાડીઓ ફેરવતા થઈ ગયા.
પહેલા સમયમાં લોકો પાસે બે જોડી કપડાં રહેતા ને આજે લોકો પાસે બાવીસ જોડ હોવા છતાં ઓછા પડેછે
પહેલા સમયમાં એક સોનાની વીટી જો કોઈ પહેરે તો લોકો તેની આગળી જ જો જો કરે ને પોતાનો નકામો જીવ બાળે ને આજે કોઇ દશ તોલા પહેરે તો કોઇ જોવા તૈયાર નથી
શુ જમાનો બદલાઈ ગયો છે
ખરેખર આજની પેઢી કેટલી નસીબદાર છે
બદલાતા સમય ને પેઢીએ આજના ડોસાઓને પણ ખુશ કરી દીધા તેમને જેટલુ જોવાનુ બાકી રહયું હતુ તે પણ આજની પેઢીએ બતાવી દીધુ કે
કુછ તો કુછ અંદર ગરબડ હે
ડોસાને પણ જોઈને તેની જવાની યાદ આવી જાય ને વિચારે કે અમારા સમયમાં આવુ હોત..તો.