Dear papa
I'm sorry. કાલ તમારી સાથે કરેલા ઝઘડા માટે મને બહુ પસ્તાવો થાય છે.હું જાણું છું કે દરેક પિતા સંતાનોનું સારું જ ચાહતાં હોય છે. પણ ક્યારેક તકલીફ ત્યારે થાય જ્યારે બંને એક બીજાની વાત સમજવા તૈયાર નથી હોતા. પપ્પા ઘણી વાતો એવી હોય છે કે જે હું ઘરે તો શું મારા મિત્રોને પણ નથી બોલી શકતો. એ વાતોના કારણે જ હું ઘણી વખત ગુમસુમ બેસતો હોવ છું પણ તમને એમ થાય છે કે હું સાવ નકામો છું. મારે કોઈ કામ ધંધો નથી કરવો. પણ ના એવું કંઈ નથી હું ખુદ મારા પગભર થવા માંગું છું. આજ સુધી મેં એક વાત બધાથી છુપાવી રાખી છે પણ હવે હદપાર થતાં આજ એ કહી દઉં છું. યાદ છે જ્યારે હું અમદાવાદ એન્જીનીયરીંગ કરતો ત્યારે તમે મને બે મહીને પાંચસો રુપીયા મોકલતાં. ત્યારે મેં તમારો વાંક નથી કાઢ્યો કારણ કે આપણી પરીસ્થિતીને હું સમજું છું. પણ તમે ક્યારેય વિચાર કર્યો કે મેં પાંચસો રુપીયામાં બે મહીના કાઢ્યા હશે? એ વખત હું કેટરર્સમાં જતો કામ કરવા માટે. કદાચ ત્યારે રુપીયા કમાવાની લાલચમાં કોલેજ બંક કરતો એને કારણ જ આજ ફેઈલ છું અને બધાના ટોન્ટ સાંભળવા પડે છે. અને હવે તમે ચીંતા ના કરતાં કાલ ભલે હું ઘર છોડી નીકળી ગયો પણ પાછો ઘરે આવીશ.