આજ કાલ ક્યાં શુદ્ધ જીવન મળે છે,અરે ક્યાં શુદ્ધ જળ ને અન્ન મળે છે.
જે પીતા’તા માટલાનું પાણી જ,આજ બિસલરી ને એરોહેડ પીએ છે.
શુદ્ધ દૂધ-ઘી ને માખણ છે દુર્લભ, એ ડેરી અને કોલ્ડસ્ટોરેજમાં મળે છે.
ક્યાં એ ગૌરવ ભર્યા કપડાની ફેશન?હવે તો ફાટેલાં જીન્સ ફરતા લાગે છે.
કયાં છે દેશદાઝ ને દેશપ્રેમની વાતો? આ નેતાઓના મડદાં ફરતા લાગે છે.
થયાં “ભાવના” ગીત-સંગીત ને ભજનો,ઘર અને કારમાં પોપ સંગીત વાગે છે