દરેક સ્ત્રી ને મારી જરૂર પડે છે.
કોઈ દીકરો માની રમે છે,
કોઈ ભાઈ માની નમે છે,
કોઈ દોસ્ત માની ગમે છે,
કોઈ સાથી માની થમે છે.
આ જીવન છે.જીવન માં સહુને સહુ ની જરૂર પડે છે.
ફર્ક માત્ર એટલો,કોઈ દિલ થી દિલ મિલાવે છે.કોઈ શાનથી સંબંધ બનાવે છે.
બસ મને ગમતી વાત કરો,
મારા જીવન માં રાજ કરો.
આવા શબ્દો જીવન ને નર્ક બનાવે છે.
માન્યું કે દુઃખ કોઈ ને ગમતું નથી,પણ દુઃખ શિવાય જીવનને કોઈ સમજતું નથી.
મહાભારત કથા માં,કુંતા ને પાંચ બળવાન દીકરા હતા,અને એમાંય,કૃષ્ણ જેવો ભાણેજ.છતાં કુંતા ને દુઃખ જ ગમતું હતું.કારણ કે એને ખબર હતી,કે સુખ હશે તો,સંબધ નહિ હોય.
જ્યાં લાગણી ભર સંબંધ હોય છે,ત્યાં થોડું મન ઉદાસ હોય જ છે.એનો અર્થ એ નથી, કે જે વ્યક્તિ વાતે વાતે ચિંતા જનક ભાવ દર્શાવે છે. તો,તે દુઃખી માણસ છે કે,બોરિંગ માણસ છે.
દુનિયા માં માણસ ને સમજવો મુશ્કેલ છે,સંબધ ને સમજવો આશાન.
જેની પાસે પોતાનું તંદુરસ્ત,દિમાગ હોય છે,એને બીજા ની શિખામણ ની જરૂર નથી હોતી.બસ એને સારી રીતે ચલાવવાની જરૂર છે.
જેટલું જીવન ને નીરોગી રાખવું જરૂરી છે,એટલું જ પુરુષે સ્ત્રી ને સમ્માન આપવું જરૂરી છે.
બસ સ્ત્રી એ સ્વભાવ ને શાંત રાખવો.
(આટલું શાંતિ પૂર્ણ લેખ વાંચવા બદલ આભાર??હસતા રહો,હસાવતા રહો.)
Dp,'પ્રતીક'