##
હતાં નજરની સામેને છતા હૈયા બેઉના અળગા રહ્યાં !!
વરસાદ વરસતો હતો છતા ભીંજાયા વિના રહ્યાં !!!
હું અને તું ક્યાંક એકબીજાને સાચવવામાં ,
પ્રેમમાં ગળાડૂબ થયાં વિના રહ્યાં !!!
હતાં નજરની સામેને છતા હૈયા બેઉના અળગા રહ્યાં !!.......
તારી એ મદ મસ્ત આંખો હતી મારી સામે,
છતા એને હું એને માણી નાં શક્યો!!!
તું મારી નજર સામે હોવાં છતા ,
મારો પ્રેમ એમ જતાવી નાં શક્યો!!!
હતાં નજરની સામેને છતા હૈયા બેઉના અળગા રહ્યાં !!....
તારા પ્રેમમાં એમ જ ગાંડાતૂર થવું હતુ મારે!!!
છતા એમ જ ડાયા હોવાના ડોળ કરવા પડ્યાં!!!
તારા એક એક શબ્દને સાંભળવા હતાં મારે !!!
હતી નજરની સામે છતા સાંભળી નાં શક્યો !!!!
હતાં નજરની સામેને છતા હૈયા બેઉના અળગા રહ્યાં !!.......
તારા એ રૂપાળા સોંદર્યને માણવું હતુ મારે!!!
છતા માણી નાં શક્યો તારા રૂપન????
હતાં નજરની સામેને છતા હૈયા બેઉના અળગા રહ્યાં !!..…
વરસાદ વરસતો હતો છતા ભીંજાયા વિના રહ્યાં !!!........
- mahender