આ દુનીયામાં કયો વ્યક્તિ વધુ સુખી ગણાય છે!
મોટા બંગલાવાળો!
હોન્ડા ગાડીવાળો!
પચ્ચાસ વિઘા જમીનવાળો!
દશ લાખ રુપીયાની ફિકસવાળો!
કે પછી ખાધે પીધે સુખીવાળો!
ના ભાઇ ના, આ બધામાં કોઇ વ્યકતિ સુખી નથી પણ સુખી માણસ તેને જ કહેવાય કે જે ચિન્તા મુક્ત હોય, જેનામાં કોઇ બિમારી ના હોય, જે લુખુસુકુ ખાઇને શાન્તીની જીંદગી જીવતો હોય, અને જે સાચી મહેનત કરીને બે પૈસા કમાતો હોય, જેના દિલમાં ફકત પ્રેમ ઉભરાતો હોય, જેને બીજા માટે કંઇક કરવાની ઇચ્છાઓ હોય, એક સેવાભાવી ને લાગણીશીલ વયકતિત્વ જેનામાં હોય, બેઇમાની નહી પણ નીતીથી પૈસો ઘરમાં લાવતો હોય એ..જ વ્યકતિ દુનીયામાં સૈથી સુખી ને વધુ સંપતિવાળો કહી શકાય.
બાકી તો બીજા ઉપરથી સુખી પણ અંદરથી ખરેખર દુખી જ હોયછે....જે એવા લોકો હોયછે તેને જ વધુ ખબર હોયછે કે તે કેવા સુખી હોયછે!