અણમોલ છે આ રસ્તો તુજને ગમી જવાનો,
તવ પ્રેમને પામીને તુજમા સમી જવાનો.
ભીંજાઉં છું આ રસ્તે તવ પ્રેમને પામીને,
તવ હૂંફ, તવ સ્નેહ, તવ ભાવને પામીને.
બેસી રહ્યો હતો હું, બસ પાંગળો બનીને, તવ પ્રેમની તાકાતે ઊભો કરી દીધો છે.
શક્તિવિહીન છું, ખુદને સમજતો હું, ઈશશક્તિ છે હા મુજમાં, આપે જણાવી દીધું.
કહેતા હતા ઘણાઓ કે શું કરશે આ? કહે છે હવે તેઓ જબરુ કરે છે આ.
શંકા હતી મુજને, શું કરી શકીશ હું? વિશ્વને આંબી જઈશ, વિશ્વાસ તે અપાવ્યો.