કોઈ એ પૂછ્યું પ્રેમ શું છે…?
જવાબ કંઈક આવો મળ્યો…….
સવારમાં ઊઠીને આંખો ખોલતાં પહેલા કોઇનો ચહેરો જોવાની ઈચ્છા થાય તે પ્રેમ છે.
મંદિરમાં દર્શન કરતી વખતે પડખે કોઈ ઊભું છે તેવો આભાસ થાય તે પ્રેમ છે.
માથું કોઈના ખભા પર મૂકીને લાગે કે જિવન હળવું થઈ જાય તે પ્રેમ છે.
આખા દિવસ નો થાક જેની સાથે બેસવાની કલ્પના માત્ર થી ચાલ્યો જાય તે પ્રેમ છે.
અને આ લીટી વાંચતા વાંચતા તમને જેની યાદ અને આંખમાં આંસું આવે તે તમારો પ્રેમ છે……