માણસાઈ માપવાના ત્રાજવા રાખો ભલે!
છે બનાવટ કાટલાં આ,આગવાં રાખો ભલે!
ઓળખી લીધાં અમે તો સાવ પાસે થી હવે,
દ્રશ્યમાં જૂઠ્ઠાં આ રણનાં ઝાંઝવાં રાખો ભલે!
આ દિવાલો આમ લાગે છે સલામત આપની,
એક બારી થાય કાફી,ઝાંખવા રાખો ભલે!
આટલું ગુમાન રાખી જીવવાનું ફાવશે?
ખાસ મનમાં બે'ક રસ્તા ભાગવા રાખો ભલે!
હાવભાવો આપના દેખાય છે માણસ સમા
ઢાંકણું આ એક પ્રાણી ઢાંકવા રાખો ભલે! ---------------------/-/ ------------વાસુદેવ બારોટ
-- Vasudev Barot
Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111036736