હદયની કિતાબમાં ઉમિઁકાવ્ય હતું
આંખો અમારી ને સ્વપ્ન તમારું હતું ,
અધર અમારા ને નામ તમારું હતું જવું હતું
બીજે ને સરનામું તમારું હતું ,
દોરી'તી આકૃતિ એ ચિત્ર તમારું હતું
અમારી જિંદગીની ડગર ને પગલું તમારું હતું ,
નથી યાદ કશું સ્મરણ તમારું હતું
શું આપું ઉપહાર તમને જે બધું તમારું હતું