શરીફોની ભીડ માં આજ
હું શેતાન શોધવા નીકળ્યો
સ્ત્રી પુજાતી સંસ્કૃતિ ના દેશ મા
જે ઘરના સંસ્કાર પણ ભુલી નીકળ્યો
હશે કીધું વાંક એ શરીર ઢાંકતા લાંબા ટુંકા કપડાંનો
પણ મારાથી વાક દુધપીતી બાળકી નો ના નિકળ્યો
વિચાર્યું ધર મા માં કે મંદિર મા માતા નઈ હોય
પણ બે દીકરી વાળો બાપ જ હવસી નિકળ્યો
જોયા હિંદુ જોયા મુસલમાન ધણાં
પણ એ દરિંદગી નો કોઈ ધર્મ જ ન નીકળ્યો
સારો જણાયો મને રાવણ,
જ્યારે હું એ ચેહરો શોધવા નીકળ્યો
માં કે'વાતા દેશ માં હું એ માં ને શોધવા નીકળ્યો
રામ ના મોઢા વાળો દુર્યોધન ક્યાંથી નીકળ્યો
લાજ શરમ ના દેશમાં થી જ
એ લાજ વગરનો નીકળ્યો
શરમાતાં માથે આવ્યો પાછો
જ્યારે દોષ મન ના વિચારોનો જ નીકળ્યો