થોડી ક્ષણો નો તો જાદુ છે
જે પારકા ને પોતાના અને
પોતાના ને પારકા કરી દે છે
થોડી ક્ષણો ની તો ફરિયાદ છે
જેના અભાવે સંબંધો શુષ્ક થઈ જાય છે
થોડી ક્ષણો ની તો કરામત છે
જે ક્યારેક જીવનદાન તો
ક્યારેક મૌત ની સજા બની જાય છે
થોડી ક્ષણો ની તો માયા છે
જે ક્યારેક લાગણી થી છલોછલ દિલ ને ભરી દે છે
તો ક્યારેક ખંજર બનીને દિલ ને ધાયલ કરી જાય છે
આ જ થોડી ક્ષણો માં જિંદગી આખી પસાર થઈ જાય છે..