આવકાર...
આવકાર ની અપેક્ષા,
મન ભિક્ષુક ને પણ હતી.
પણ મળી ક્યાંક કોક દિ,
તો ક્યાંક કોક દિ ના જડી.
આતો ભૂખ ની મગજમારી,
ના બીજી કોઈ મજબૂરી હતી.
મન એને સંધુય સરખું,
મનમાં ભરવાની ક્યાં વાત હતી.
માંગવાનો એનો ધર્મ હતો,
આપવાનો ધર્મ મારો હતો,
કર્મ એનું એ બજાવી ગયો,
તો ધુત્કારી એને મે કેમ ભૂલ કરી.
આવકારવા બેઠો ઈશ ને હું આજે,
માંગણી મારી પૂરી કરવા ને માટે,
ભાળ્યો ભિક્ષુક ધ્યાનમાં ત્યારે,
હસતે મુખે મને એ નીરખતો રહ્યો.
મિલન લાડ. વલસાડ - સુરત.