મારી શું ભૂલ .....!!
-----------------
મારી શું ભૂલ પપ્પા...?
અમ માસુમ બાળકને કોઈ છેતરે તો સમજાય..!!
પણ પોતાના અસંવેદનશીલ બનીને બાળપણને પાણીની ડુબકી બનાવે તો ફરિયાદ કોને કરવી.?
મારી શું ભૂલ પપ્પા...?
પપ્પા પર એટલો ભરોસો કેે કોઈ તકલીફમાં પડે તો મનામણા કરે તો અહંમ ટકરાવ દૂર થઇ જાય
મારી શું ભૂલ પપ્પા...?
પપ્પા તમે કહેતા કે આ અમારી નવી પેઢી..!!
નવી પેઢીને છોડની જેમ ઉછેરવાની હોડની જગ્યાએ સીધું કત્લેઆમ..?
મારી શું ભૂલ પપ્પા...?
નદી અને સમુદ્રનો અતૂટ નાતો
સમુદ્ર નદીઓને સંભાળ રાખે છે.
એમ પપ્પા.., સમુદ્રની જેમ બાળકની સંભાળ ન રાખી શક્યા તમે...!!
મારી શું ભૂલ પપ્પા...?
બાળક માટે પિતાનો વહાલનો દરિયો અદ્દભુત હોય છે
અંતે ક્યાંક પિતાને વહાલમાં દુષ્કાળ પડતા નિર્દોષ બાળકને પાણીમાં ડુબાડી દે.
હવે એવું નહિ કહેશો પપ્પા કે હું છું તારી જોડે,
હવે આપણા સંબંધોના બંધનમાંથી મુક્ત થયા છે.
(ક્રૂર બાપ સામે માસુમ દીકરાની વહાલ સોયી વાત)
_વિરેન્દ્રસિંહ અટોદરિયા