પ્રેમ માં સહુ કોઈ વ્યાખ્યા કૃષ્ણ ની આપે છે,
પણ એ ક્યાં જાણે છે,કે સમય કોને પામે છે.
આજ પ્રેમ માટે પ્રેમીયો પરિવાર છોડે છે,
કાહ્નો પરિવાર માટે પણ પ્રેમ તરછોડે છે.
તમે જેને પણ ચાહો છો,એને બેશક પામો,પણ પરિવાર ને જાણ કરી,બિન્દાસ નિભાવો,પ્રેમ કોઈ ચોરી નથી,કે છુપાઈ છુપાઈ કરવી પડે,પ્રેમ તો એક છૂટ છે,આઝાદી છે,બે જીવો ની સંતુષ્ટિ છે,પ્રેમ એ રીતે કરો કે,પરિવાર પણ સાથ આપે,
હા એક વસ્તુ છે,કે પ્રેમ માં રુકાવટ આવે,સમાજ નો ડર ધર્મ નો ડર જ્ઞાતિ નો ડર આ બધી સિઢિ, પાર કર્યા બાદ,તમે એક પ્રેમ ના દરબાર માં પહોંચશો,તે સિવાય તમને પ્રેમ નો આંનદ પણ નહીં મળે,
કારણ કે,પ્રેમ માં હઠ હોઈ જીદ હોય,લગન હોય,એકબીજા ને પામવાની,હૃદય માં આસ હોય.
દિનેશ,પરમાર'પ્રતીક'લેખન.
#પ્રેમ માં કાયરતા ના હોય વાલા☺
પૂજ્ય મોરારી બાપુ નો શબ્દ