Gujarati Quote in Quotes by axay suthar

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવું કેવું અજુગતું અહીંયા બને છે :

અલાસ્કા માં ગરમી ને
દુબઇ માં બરફ પડે છે

લડતા હતા વિરોધ પક્ષના
હવે બાપ બેટા લડે છે

બની ગયા સી એમ
જે અમ્મા ના મોત પર રડે છે

સળિયા પાછળ જેની જગ્યા
એજ ચૂંટણીઓ લડે છે

લાયક નથી વડીલ કેહવાને
એ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બને છે

નથી તાપી માં નીર ને
૭ ૭ બ્રિજ બને છે

ઘરની રસોઈ વિસરાઈ જશે
એટલું લોકો બહાર જમે છે

ભુલાઈ ગયી દેશી રમતો
બાળકો મોબાઈલમાં રમે છે

ગૂમ છે બાજરા જુવારના રોટલા
હવે પિત્ઝા પાસ્તા ગમે છે

પ્રેમપત્રો વિસરાઈ ગયા
નેટ ચેટિંગ ગમે છે

અસ્સલ ચેહરા છુપાઈ ગયા
માસ્ક પેહરીને સહુ ફરે છે...!?

Gujarati Quotes by axay suthar : 111035508
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now