ઘણા લોકોની એક ટેવ હોયછે અને તે ટેવ આમ જોવા જઇએ તો તે ઘણી જ ખરાબ કહી શકાય...મારી દ્ર્ટિએ.
જ્યારે કોઈ ખાતું હોય તો સ્વાભાવિક છે કે આપણે સાથે બેસનાર ને અથવા સામે જોનારને આપણે સામાન્ય રીતે પૂછતાં હોઈએ કે આવો લો જરા...
સામે વાળા ભાઈ કહેશે નહિ નહિ તમે ખાઓ...છેવટે ના ના કહેતા પણ આપણી સાથે મીઠી મીઠી વાતો કરતા ખ્હાવા બસી જશે.
ને જ્યારે તે કઈ ખાતા હોય ને જો આપણે સામે હોઈએ તો તે જરાય આપણને આવકારશે નહિ!
શું આવું તેમના સ્વભાવમાં હશે કે એક વારસાગત સ્વભાવ તેમનામાં હશે!
ગમે તે પણ આમ કદી ના કરાય માણસાઈ તેમાંજ છે કે આપણે એકબીજાને ખાવામાં આવકારીએ ...
કોઈનું ખાઈને બેસી ના રહેવાય.
સમયે ખવડાવીને તે ઋણ ચૂકવી દેવાનું હોય...સમજો તો સારું નહિ તો તમ તમારે ખાયા રાખોને...