#MKGANDHI
ગાંધી એટલે ગાંધી,
એને કોઈ ન શકે બાંધી.
બન્યો ગુણસાગર એ;ભલે
આવી જીવનમાં સો વ્યાધી,
કરી નીતનવા યોગ-પ્રયોગ,
અહિંસા,સત્યની દોસ્તી સાધી.
ગાંધી એટલે ગાંધી.
ચરખો લઈને चराति चरतो
સ્વતંત્રતા ની ગાંઠ બાંધી,
પ્હેરી પોતડી,લઇ લાકડી,
દેશની તૂટેલી નસ સાંધી.
ગાંધી એટલે ગાંધી.
કર્યું અસહકાર અંદોલન; 'ને
દાંડીમાં પણ ખીચડી રાંધી,
સત્યાગ્રહની ફૂંક મારી,
એણે ઉઠાવી શાંત આંધી.
ગાંધી એટલે ગાંધી.
ગાંધી એટલે ગાંધી,
એને કોઈ ન શકે બાંધી.