#mkGhandi
ગાંધી મારામાં જીવે છે.ગાંધીએ સ્વતંત્રતા, સત્ય અને મૌનની એક અજબની પરિભાષા આપી છે.મૌન એ યાતના નથી,પણ મૌન એક ઉત્તર છે.આશીર્વાદ છે. એવાત મને 16 વર્ષે સમજાઈ હતી ચોરીછૂપી શાળા બંગ કરી હું પિક્ચર જોવા ગઈ હતી મમ્મીને ખબર હોવા છતાં તે ચુપ રહી તેમણે મારી ટિકિટના પૈસા મારી મિત્રને ચૂકવ્યા હતા. ત્યારે સમજાયું સત્ય છૂપું રહેતું નથી અને મૌન બોલે છે. ગાંધી સ્વતંત્રતા અપાવી .સ્વતંત્રતા ને પહેલા ભાન આપો.ત્યારથી ગાંધીને માત્ર વાંચતી નથી હું ગાંધીને જીવવાની કોશિશ કરું છું.મારા પ્રમાણિક મત પ્રમાણે, જો કોઈ એક વસ્તુની ભેટ દરેકજણે પોતાના જીવનકાળમાં પોતાની જાતને આપવી હોય તો તે છે મૌન. ગાંધીએ મૌન આપ્યું છે હા ગાંધીનું મૌન આજે પણ બોલે છે.