Quotes by pragna dadbhawala in Bitesapp read free

pragna dadbhawala

pragna dadbhawala

@pragnadgmailcom


"પણ એવું કેમ?”
જીવનમાં અનેક પ્રસંગો બનતા હોય છે જે આપણને જીવતા શીખવાડે છે. ઘણા પ્રસંગો લાંબે ગાળે સમજાય છે હું કોલેજમાં હતી ત્યારે ફેશન ડિઝાઈનર બનવું હતું ઘરમાં રહીને દરજી બેસાડી કપડાં ડિઝાઇન કરતી, દરજીકાકાને સતત કામ કરતા જોતી દરવખતે દરજીકાકા કાતર વાપર્યા પછી પોતાના પગ નીચે મુકતા અને પોતાનાં અંગુઠાથી દબાવી રાખતાં. અને જયારે જયારે પણ તેઓ પોતાની સોય ઉપયોગ કરે તો તેનો ઉપયોગ કર્યા બાદ પાછી તેને પોતાની ટોપીમાં ખોસી દેતાં. સોય અને કાતર આ બે જ દરજી કામ માટેના તેમનાં સાધનો હતાં. એવું કેમ,” એકવાર મેં તેમને પુછ્યું। કાકા બોલ્યા સોય એ સન્માનને લાયક છે જયારે મારી કાતરને દરેક ઉપયોગ પછી સજાની જરૂર પડે છે.”“પણ એવું કેમ?” “આવું કરવાનો શો અર્થ!”કાતર પણ તમને ઉપયોગી છે ને ?
​દરજીકાકા એ કહ્યું હતું તે હજી પણ યાદ છે ​, “કાતર કાપવાનું કામ કરે છે, જયારે સોય છે તે જોડવાનું કામ કરે છે. જે જોડવાનું કામ કરે છે તે હંમેશાં વધારે શક્તિશાળી હોય છે.”કશું તોડી નાંખવું, છોડી દેવું, પડતું મુકવું એ બધું તો એકદમ સહેલું ​છે.​જેને સર્જન કર્યું છે તે હંમેશાં તેને તોડવા વાળા કરતાં વધુ શક્તિમાન હોય છે.

Read More

#mkGhandi

ગાંધી મારામાં જીવે છે.ગાંધીએ સ્વતંત્રતા, સત્ય અને મૌનની એક અજબની પરિભાષા આપી છે.મૌન એ યાતના નથી,પણ મૌન એક ઉત્તર છે.આશીર્વાદ છે. એવાત મને 16 વર્ષે સમજાઈ હતી ચોરીછૂપી શાળા બંગ કરી હું પિક્ચર જોવા ગઈ હતી મમ્મીને ખબર હોવા છતાં તે ચુપ રહી તેમણે  મારી ટિકિટના પૈસા મારી મિત્રને ચૂકવ્યા હતા. ત્યારે સમજાયું સત્ય છૂપું રહેતું નથી અને મૌન બોલે છે. ગાંધી સ્વતંત્રતા અપાવી .સ્વતંત્રતા ને પહેલા ભાન આપો.ત્યારથી ગાંધીને માત્ર વાંચતી નથી હું ગાંધીને જીવવાની કોશિશ કરું છું.મારા પ્રમાણિક મત પ્રમાણે, જો કોઈ એક વસ્તુની ભેટ દરેકજણે પોતાના જીવનકાળમાં પોતાની જાતને આપવી હોય તો તે છે મૌન. ગાંધીએ મૌન આપ્યું છે હા ગાંધીનું મૌન આજે પણ બોલે છે.

Read More