આજે રવિવાર હતો ખબર છે ને તમને!
શું કામ કર્યું! કોઈ ખાસ કામ કર્યું કે નહિ!
જેમ કે ઘરમાં સાફ સફાઈ અથવા કોઈ વાંચન કે લેખન અથવા ઘણા દિવસથી કોઈ કામ અટવાયેલું હોય ને તે તમે પૂરું કર્યું હોય!
કોઈ પણ કામ તમે પૂર્ણ કરેલું હશે તો તમને મનમાં ને દિલમાં પણ એક જાતની ખુશી થતી હશે કે હાશ એક કામ ઘરનું પૂરું તો થયું...
ને જો તમે આખો રવિવાર કઈ પણ કામ કર્યા વગર બેઠા બેઠા પસાર કર્યો હશે તો તમારો રવિવાર નો દિવસ નકામો ગયો
તમારા આયુષ્યનો એક દિવસ કંઈપણ કામ વગરનો પસાર થયો ..
મતલબ સમય કિંમતી હોયછે સમય નો ચોક્કસ ઉપિયોગ અવશ્ય કરવો જોઇએ
દિવસ ના બાર માં પણ તમે જો બે કલાક પણ કોઈ કામ જરૂરી કર્યું હશે તો તે પણ સમયે ઉગી નીકળશે
સમય ની સાથે રહો સમયની સાથે ચાલો
સમયનો દુરુપયોગ ના કરો પણ હંમેશા સદુપિયોગ કરતા શીખો.