#kavyotsav
વૃદ્ધ થઈ ગયો છું બેટા..
જો સફેદ થઈ ગયાં છે મારા વાળ...
પરંતું હિંમત નો રંગ હજુ પણ છે વહેતા ખૂન જેવો લાલ..
ઘૂંટણ નો દુઃખાવો છે બહુ..એટ્લે ધીમી થઈ ગઇ છે મારી ચાલ..
પરંતું થાકતા શીખ્યો જ નથી..
રોકાઈ નેં ચાલુ છું.. ચાલી ને રોકાવું છું એવૂ કરુ છું હૂઁ કેટકેટલી વાર...
હાં દુર ની દ્રષ્ટિ ખોવાઇ છે...
પરંતું ભાવનાઓ હજુ પણ જોવાઇ છે..
તારો હાથ પકડી ને પણ હૂઁ પારખી લવ તારી કહ્યા વગર ની વાત..
આંગળી ઝાલી તારી તને ચાલતા શીખવાડ્યું..
પરિસ્થિતિ જેવિ પણ હોઇ આગળ વધતા શીખવાડ્યું..
રાખી સંબંધ જમીન સાથે..આકાશ માં ઉડતા શીખવાડ્યું...
આજે એજ હાથ છોડી જતો રહ્યો તૂ..
પરિસ્થિતિ એવિ તો કેવિ નડી?કે મોઢું ફેરવી ગયો તુ..
આકાશ માં એવો તો ઉડ્યો.. કે જમીન થી સંબંધ તોડી ગયો તુ..
સાચ્ચે દિકરા મોટો થઈ ગયો તું...
બાળપણ માં તુ આવે ના ઘેર જયાં સુધી..
તારી માં કાઈ જ જમે નઈ ત્યાં સુધી...
તારી ખુશી ને બનાવી ને કારણ..
એ પણ કરતી હસી ને ચેહરા પર ધારણ..
ક્યારેક જો તારી જીદ ન પુરી થતા તું રિસાઈ જાઇ...
રસોડા માં જઈ ને તારી માઁ થી પણ થોડુ રડાઇ જાઇ..
ખોટું ખોટું રીસાવું મનાંવું ઠીક હતુઁ..
એવિ કઇ જીદ તારી પુરી ન કરી.. કે આટલો રિસાઈ ગયો તું..એની હસી નું બની કારણ.. એને જ રડાવી ગયો તુ
સાચ્ચે દિકરા મોટો થઈ ગયો તું..
બાળપણ માં જ્યારે જયારે તું રમતા રમતા પડયો..
તારો ઘાં જોઇ હુંકારો એને પણ ભર્યો...
જ્યારે જ્યારે એ ગુસ્સા માં તને થોડુ લડી..
છુપી છુપી નેં એ પણ ખૂબ રડી...
આજે તારી કડવી કહેલી વાતો ને પણ જીગર થી લગાડી ને બેઠી છે..
દિકરો મારો ચોક્કસ આવશે ઍવિ ખોટી ઉમ્મીદ લગાડી ને બેઠી છે..
માતૃત્વ નું ખરેખર ઋણ ચૂકવી ગયો તું..
ઘર થી દૂર એક ઘર(વૃદ્ધાશ્રમ)માં મુકી ગયો તું...
છેવટે દિકરા મોટો થઈ જ ગયો તું...