કરવા છે ઘણા બધા બાકી રહેલા કામ પણ લાગેછે કે કદાચ એ પુરા થાય તેમ નથી કારણકે કામ દરરોજ વધતા જ જાયછે પણ ઓછા થતાં જ નથી કામની કોઈ લિમિટ હોતી નથી કામ એ એક ઈચ્છા જેવા છે ઈચ્છા જેમ વધે છે તેમ તેમ કામ પણ વધતા જ જાય છે
આયુષ્ય ઓછું છે ને કામો વધુ છે.
એક સારો મોટો બંગલો બનાવવાનો છે એક ફોર વ્હીલર ગાડી લાવવાની બાકી છે મોટો ધંધો હજી કરવાનો બાકી છે
પચીસ ત્રીસ લાખ રૂપિયા હજી ભેગા કરીને બેંકમાં ફિક્સ કરવાના બાકી છે
ક્યારે થશે આ બધા બાકી રહેલા કામો!
બસ આમ ને આમ ઇચ્છાઓની હારમાળાઓ ની સાથે જીદગી પણ ધીરે ધીરે સમાપ્ત થવાની અરે આવીને ઉભી છે ...મનુષ્યની ઈચ્છાઓ નો અંત ક્યારે આવતો નથી બસ દરેક અભિલાષાઓ મનમાં ને મનમાં રહી જાયછે પછી તે ક્યાં પહોંચી જાય છે તે તેને પણ ખબર હોતી નથી...આવી છે આ આપણી જિંદગી ની ઈચ્છાઓ.