#હું તને યાદ કરું છું.....
પહેલા વરસાદની માટીની સુગંધ સાથે,
અને તેજ વરસાદના રૂપેરી ધનુષ સાથે જ,
હું તને યાદ કરું છું.............
શિયાળના પહેલા ધૂંધળા ધુમ્મસ સાથે,
તેજ ધુમ્મસના ભીના ઝાકળ સાથે જ,
હું તને યાદ કરું છું...........
ગરમ ઉનાળાના મીઠા છાયાની શોધ સાથે,
અને તેનીજ ઠંડી લહેરો અનુભવતાની સાથે જ,
હું તને યાદ કરું છુ..........
નવરાત્રી ની પહેલી રૂડી રાત સાથે ,
અને તેના મોજીલા રાસ રમતાની સાથે જ,
હું તને યાદ કરું છું...........
તે શરદ પૂનમના મયંકને જોતાની સાથે,
અને તેમાં તારું દર્પણ દેખતાની સાથે જ,
હું તને યાદ કરું છું........
બેપળની અમૂલ્ય ખુશી આવતાની સાથે,
અને તે ગમગીન દુઃખમાં ફરતાની સાથે જ,
હું તને યાદ કરું છું..........
જીવનના દરેક શ્વાસ લેવાની સાથે,
અને તે કઠોર શ્વાસ છૂટવાની સાથે જ,
હું તને યાદ કરું છું.........
-MSBB