Gujarati Quote in Whatsapp-Status by Priyanka

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઇયરફોન...



'એ રજત આને અમારી માટે માન જેવું કંઈ છે કે નઈ? આને કઈ કેતો કેમ નથી તું? આનું તો રોજ નું થઈ ગયું છે હવે.. અને તું પણ સાવ બૈરીઘેલો થઈ ફરે છે...' સોનલબેન ની આ રોજ ની રાડારાડ અને સામે પક્ષે જવાબ માં? કંઈ નઈ.. રોમી ને હવે કંઈ અસર નતી થતી આ રોજની બબાલ ની.. આદત પડી ગઈ હતી અથવા એમ કહી પાડી લીધી હતી રોમી એ. તમે લોકો વિચારતા હશો આ થઈ શું રહ્યું છે? તો ચાલો, જરાક ફ્લેશબેક મા જઈએ.....

વાત એમ છે કે રોમી અને રજત એક પરફેક્ટ કપલ. અને આ બાજુ સોનલબેન અને રોમી, સાસુ - વહુ ની પરફેક્ટ જોડી (હા.. હા.. એમ જ જેમ તમે વિચારી રહ્યા છો, સાંપ અને મોર વચ્ચે મિત્રતા થાય??? ?) હા તો આપણે ક્યાં હતા? ઇન્ટ્રોડક્ષન પાર્ટ મા. રજત જેવો ઓફિસ જાય કે અહી સાસુવહુ ની મહાભારત ચાલુ અને સાંજે પાછો આવે ત્યાં એને પરાણે ફરિયાદો સાંભળી ન્યાયાધીશ ની જેમ ચુકાદા આપવાના જેમાં બંન્ને જણીઓ ને એમ જ લાગે કે ઘોર અન્યાય એમની સાથે જ થાય છે. એમાં સોનલબેન અને રોમી માટે તો આ રોજનું થયું પણ રજત બિચારો લેવાઈ જાય સૂડી વચ્ચે સોપારી જેમ.

ચાલો તો હવે આપણે મેઈન વાત પર આવીએ... આ રોજની માથાકૂટ થી બેડરૂમમાં રજત અને રોમી વચ્ચે પણ બરાબર યુદ્ધ જેવું વાતાવરણ સર્જાય, એક થી એક વાક તીરો છોડાય અને અંતે બંન્ને જણ વચ્ચે શીતયુદ્ધ... આ દર ચોથા દિવસ ની વાત. એક બપોરે સોનલબેન સાથેની મગજમારી પછી રોમી પોતાના રૂમ માં ઈયરફોન લગાવી ગીતો સાંભળતી હતી જેમાં સોનલબેન ના ઘાંટા એના કાને અથડાઈને પાછા જતા રહ્યા, કહેવાનો અર્થ એમ કે રોમી એની ધૂન માં ને ધૂન માં સોનલબેન ના વાકતીરો થી બચી ગઈ..

અને આખરે સાંજે આ વાતનું યુદ્ધ જામ્યું જ્યારે રજત ઑફિસેથી પાછો આવ્યો.

'જો મમ્મી અને રોમી તું પણ સાંભળ, આ તમે બંન્ને પોતપોતાની રીતે હવે આ રોજના કાજિયનું અંત લાવો, હું કંટાળી ગયો છું તમારા બેયની બાધાબાધી માંથી. હું તમારા બેય માંથી એકયને હવે કંઈ કહેવાનો જ નથી. તમે તમારી રીતે જોઈ લ્યો...' રજત ચિડાઈને એટલું બોલી જતો રહ્યો..

બસ પછી શું? રોમીને તો જાતે જ રસ્તો નીકળી આવ્યો આ રોજની માથાકૂટ થી દૂર રહેવા, એ ઈયરફોન લગાવી કામ કરે અને સોનલબેન એમની રીતે ઘાંટા નાખે?

બોલો ઇયરફોન બાબા કી જય ???

Gujarati Whatsapp-Status by Priyanka : 111034868
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now