થાકીને દુનિયા થી લડીને, રાત્રે સુતા સુતા
મારા બધા થાક ને દુર કરે છે એક તારી યાદ
કંટાળીને જીંદગી થી હારી ને, રાત્રે સુતા સુતા
કાલે ફરી જીવન જીવવાની હિમ્મત આપે છે એક તારી યાદ
હારીને પોતાના હાથ ની અપજશ રેખા જોઈને, રાત્રે સુતા સુતા
કાલે જીતવાની ઉમ્મીદ આપે છે એક તારી યાદ
એકલતાથી દુનિયા ની ભીડ થી ડરી ને, રાત્રે સુતા સુતા
સંગાથ નો એહસાસ કરાવે છે એક તારી યાદ
પ્રેમી પંખીડાઓ ને જોઈને એકલતા ની ચાદર ઓઢીને, રાત્રે સુતા સુતા
તુ હોવાં છતા મારી નથી એ વાતનો એહસાસ કરાવે છે એક તારી યાદ
-FARHAN PATEL