દેખાતો નથી પણ જરૂરી છે
વચ્ચે આ પવન સમી દૂરી છે
આવશે એ વર્ષો પછીયે પણ
મને ખુદ પર શ્રદ્ધા સબુરી છે
રંગ મિલનનો તો જ ઘૂંટાશે
મેં કંઈક ઉદાસીઓને બુરી છે
તારી ઈચ્છા મુજબ લઈ રહ્યો,
શ્વાસોશ્વાસ ક્યાં મજબૂરી છે?
કરવો રહ્યો જરા સૂરનો અભ્યાસ
કોણ કહે છે જિંદગી બેસુરી છે?
શ્રેયસ ત્રિવેદી
#kavyostav