#કાવ્યોત્સ
તું એટલે ...
ખૂબ હિંમત કરીને જાણી જોઈને ,
લગાવેલો '' Wrong Number ''...
તુું એટલે ...
અગણિત સંદેશાની વચ્ચે આશાભરી નજરે ,
એક '' Special Message''
ની વાટ જોવી ...
તુું એટલે ...
શબ્દો વગર પણ ચાલતી
'' Conversation '' ...
તુું એટલે ...
દિલને ' Hang' કરનાર...
'' Virus ''
તુું એટલે...
મારી બધી જ 'ID' નું ...
'' Password ''
તુું એટલે ...
સવારમાં આવતો પહેલો ...
'' વિચાર ''
તુું એટલે ...
મારા બધા જ સવાલોનો ...
'' જવાબ ''
તુું એટલે ...
વગર વરસાદે 'ભીંંજવી ' જતો ...
તારો '' ખ્યાલ ''
તુું એટલે ...
મૌનની પરિભાષામાં અતૂટ રીતે...
કેદ થયેલ '' અવાજ ''
અને અંતમાં ...
તુું એટલે ...
જે છે જ નહીં તેને શોધવાનો ...
'' પ્રયાસ ''