#kavyotsav
.. સુધી
મળે જો તું તો જાઉં હું નિર્જન બાગ સુધી.
ભલે ઘણા રસ્તે અંતે તો તુજ પાસ સુધી.
પહેલા શરૂઆતમાં તો આવું તુજ આંખ સુધી.
પછી ઢળતા ઢળતા પહોંચું તારી વાત સુધી.
વાત જાય વધી તો તારા હાથ સુધી.
હાથમાં પરોવી હાથ જીવનના સાથ સુધી.
થયા એક ને મારી પાછળ જોડાતા નામ સુધી.
ખોવાઈ જાઉં હું મને પડાતા સાદ સુધી.
રોજ સવારે અડધી ઉંઘમાં ઢળેલા પોપચાં ના ભાર સુધી.
જ્યારે હું ભૂલી હોય જાત રાતોનીરાત સુધી.
બે હતા ને નવા કોઈ આગમનની વાટ સુધી.
સાથે છીએ હજી, આપણા પ્રણય ફળના પ્રાપ્ત સુધી.
આથમ્યા બે સુરજ ઝરૂખે, પડી ગયેલા દાંત સુધી.
જૂનો પ્રેમ યાદ કરી ખીલેલી કરચલીની ભાત સુધી.
સાથ નિભાવીસ તારો ચાર સ્કંધી ઠાઠ સુધી.
ચિંતા ન કર જલીસું એક જ આગ સુધી.