ફરક...
સંબંધ જ ના રહ્યો પ્રીતનો વ્હાલા,
હવે હું રહું ના રહું તોય શું ફરક પડે.
વિશ્વાસ એટલો પણ ના રહ્યો,
કે પૂછવું જરૂરી પણ ના લાગ્યું.
પણ, જોડે રહેવું જ નઈ તારે, તો
સત્ય જાણી ને પણ શું ફરક પડે.
સર્વસ્વ ત્યાગ્યું એક તારા માટે,
લડી લીધું જમાનાથી તારા માટે,
મુજથી લડી તે મને ત્યાગી, હવે
દર દર ભટકું તોય શું ફરક પડે !
છોડ ચિંતા જા કરી લે ઉજાણી,
મુક્ત છે તું તારું ધાર્યું કરવા માટે.
સંબંધ જ ના રહ્યો પ્રીતનો વ્હાલા,
હવે હું રહું ના રહું તોય શું ફરક પડે!
મિલન લાડ. વલસાડ - સુરત.
#lagninopaheloahesaseprem