?ચણતર ?
દરવાજા ની બહાર એક આલીશાન ગાડી
આવી ઊભી રહી. રામજી દાદા ને થયુ, આજે ફરી કોઈ ખમતીધર ને ઘર અળગું કરવાનું થયુ લાગે છે.
પણ આ શુ? એક યુવાન કંઇક જાણીતો ચહેરો. આવી ને રામજી દાદા ને પગે પડી,
મને નાં ઓળખ્યો ??? અરે હું અજય .ડૉક્ટર
બની પાછો આવી ગયો.
અરે.. આવ આવ બેટા હવે આંખ થોડી કમજોર થઈ છે. હવે ફરી પહેલા ની જેમ આવતો રહીશ ને?? અરે!! હાં કાકા એટ્લે જ તો આજે સીધો અહિ જ આવ્યો. વૃદ્ધા શ્રમ ની કાયા પલટ જોઇ અજય ને નવાઈ લાગી . અરે કાકા આ બધુ ક્યારે થયુ?
એ તારા ગયા પછી અહિ ગોપાલભાઈ અને ગંગા બહેન નામના બે વ્યક્તિ આવ્યાં હતાં.પૈસેટકે ખૂબ સુખી , પણ સંતાન થી દુઃખી.
દિકરા વહુ ની નિયત એ અનુભવી આંખો પારખી ગઇ . અને ઘર છોડી અહિ આવી ગયા.
પણ થોડા જ સમય માં બન્ને ની તબિયત લથડી દિકરા ને જાણ કરી એ આવ્યો પણ ખરો.
લાગણી ને ખાતર નહીં, સ્વાર્થ ને ખાતર.
આવી ને મિલકત ની જ માંગણી કરી. ગોપાલભાઈ એ ઘેર જવાની નાં કહી પાછો કાઢ્યો.
થોડા દિવસ ની બીમારી માં જ બન્ને ઇશ્વર ને ઘેર પ્રયાણ કરી ગયા. પણ જતા જતા પોતાની બધી મિલકત અને બંગલો સંસ્થા ને નામ કરી ગયા.
ધન્ય છે એ મહાન વ્યક્તિ ને.. કાકા! મારે માટે પણ એક રૂમ બુક કરી રાખજો.અત્યાર થી.
અરે નાં રે બેટા... ભગવાન એવાં દિવસો કોઈ ને નાં દેખાડે.
અહિ રહેનાર ભલે ખુશ દેખાય. પણ પોતાના સંતાનો નાં અણગમો એને કોરી ખાય છે. આ વૃદ્ધાશ્રમ નાં ચણતર નાં પાયા માં આ બધાં વડીલો નાં નિસાસા રેડાયાં છે. જે એમનાં સંતાનો ને ક્યારેય ચૈન થી નહીં જીવવા દે.
માબાપ સંતાનો ને ક્યારેય ખરાબ ન ઇચ્છે પણ અમુક ગુના માફ પણ ન કરે.
જાગૃતિ રાઠોડ.