કેમ છે દોસ્ત, ક્યાં રહ્યો આજે?
ગોત્યો તને ઘણો, રિસાય છે શાને?
મોકલ્યો હતો સંદેશો, વહેતો રહ્યો આજે,
કોઈ ના ભરોસે નાં રહયો, ફર્યો હું તારે કાજે.
આસ પાસ ચોપાસ, ગલી ગલી ને નાકે નાકે,
ઘર ઘર તને ગોતી રહ્યો, રિસાય છે શાને?
બસ એકજ આસ છે છેલ્લી, જે રહી મારી પાસે,
તું એકજ રહ્યો મિત્ર મારો, શાને રિસાય આજે?
'કોશિશ' કર, રહે ને મારી પાસે......!!!
~રાજેશ શેઠ 'કોશિશ'