#Kavyotsav
પાછું વળીને જોતાં....

ક્યારેક હું દિલના પેલા ખૂણામાં સરી જાઉં છું,
અને ત્યાં બેઠેલાં મારાં માતા-પિતાને મળી આવું છું...
હવા છે, ત્યાં ઉજાસ છે, હેતની અનોખી મીઠી આશ છે,
પેટ ભરીને વાતોનો અવકાશ છે !

દરિયાનાં ઘૂઘવતાં મોજાં સમાન વ્હાલ છે,
જૂની યાદો ફરી તાજી કરવાની દરખાસ્ત છે !

તો પછી શું નથી ત્યાં ?
ત્યાં ડર નથી, વેર નથી, પાસા ફેંકવાનો ખેલ નથી !
આર નથી, પાર નથી, કોઈ સગપણનો ભાર નથી.

કોણ જાણે કેમ, તેમની હાજરી ફરી-ફરીને તપાસું છું,
વીતતાં વષૅોની સાથે એ ખૂણે હું હવે વધારે જાઉં છું!

- સ્મિતા ધ્રુવ

કોણ જાણે કેમ, તેમની હાજરી ફરી-ફરીને તપાસું છું,
વીતતાં વષૅોની સાથે એ ખૂણે હું હવે વધારે જાઉં છું!

Gujarati Shayri by Smita Dhru : 111034563

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now