એક સમયે મારા બાપુજીનું શ્રાદ્ધ હતું મારી બાએ વહેલા ઊઠીને કાગવાસ નાખવા માટે પૂરી ને મીઠું દૂધ બનાવ્યું હતું સમય થયો એટલે મારી બાએ મને કીધું કે જા બેટા આ વાડકીમાં પૂરી ને દ્દુધ ચોળીને પાણીમાં પલાડિયા છે તો ઉપર અગાસીમાં જઈને કાગવાસ નાખી આવ
મે બા ને જણાવી દીધું કે મને કાગવાસ નાખતા નથી આવડતું પછી મને બે આંખ મોટી કરીને બોલિયા કે છોકરો જ કાગવાસ નાખે બીજા ના ચાલે ...
હું તો પગ પછાડીને ઉપર ગયો એક એક મારા હાથમાં પૂરીનો ટુકડો લઈને કાગવાસ નાખતો હતો પણ મારી વાડકીમાં બધું જ ખલાસ થઈ ગયું પણ એક કાગડો ખાવા ના આવ્યો હું રડતા રડતા પગથિયાં નો દાદર ઉતરી રહીયો હતો ને જેવું મે અગાસીનું બારણું બંધ કરવા જતો હતો ત્યાંજ પંદર કાગડાનું ટોળુ આવીને ખાવા જમાં થઈ ગયું હું મનમાં ને મનમાં એટલો ખુશ થયો કે ઠેક નીચે સુધી અવિયો ત્યાંસુધી હસતો રહ્યો
મને લાગતું કદાચ આ ટોળામાં મારા બાપુજી ચોક્કસ હસે ને તેમણે મારી બા એ બનાવેલું પૂરી દૂધ જરૂર ખાધું હસે..
કાશ તે આ પ્રમાણે દરરોજ આવતા હોત...તો!!!
બાપુજીના ગાયનું મને દુઃખ જ ના હોત.