આજે અચાનક ને ઓચિંતા જ,
ઉભા રહી ગયા સામે સવાલ લાવી ને..
નથી ખબર એમને મિત્રતા વિશે કંઈજ ને,
કહી ગયા સાબિત કરો મિત્રતા તમારી..
ઘણું સમજાવ્યા પણ માન્યા નહીં,
પુરાવા ની શોધ માં હું નીકળ્યો ત્યાંથી..
સાબિતી ની શોધ માં ક્યાં જાઉં હું,
સંબધો ના ગુંચડા માં ગૂંચવાઈ છે મિત્રતા અમારી..
એ વ્યક્તિ પર સંકા ગઈ મારી,
ભૂલી ગયા છે એ મિત્રતા અમારી..
એ નઇ સમજી શકે દુર્દશા અમારી,
એક મિત્રતા માટે તોડી છે હજાર ની..
હું અને ચાંદો જાગતા રહ્યા રાત આખી,
અંતે મળી સફળતા પ્યારી..
પહોંચ્યો એમની પાસે વહેલી સવાર થી
કીધું એમને દિલ થી થઈ હતી દોસ્તી અમારી
તો પૂછી જુઓ તમારા દિલ ને નિરાંત થી
કંઈજ બોલ્યા નઈ ને હસી પડ્યા પ્યાર થી,
કહેતા હતા મજાક થઈ ગઈ મારા થી,
બાકી જરૂર નથી કાઈ પુરાવા ની..